STORYMIRROR

Devendra Raval

Romance Inspirational

4  

Devendra Raval

Romance Inspirational

નવરાશ નથી

નવરાશ નથી

1 min
110

સમય તો છે પણ નવરાશ નથી,

બે ઘડી પણ હૈયે હળવાશ નથી,


નિરાશા સિવાય હાથ નથી આવતું,

ભીતર જરાપણ અજવાસ નથી,


સ્વાર્થના માર્યા મળે અનેક લોકો,

સંગ છે, હૂંફાળો સહવાસ નથી,


સગવડો ઉભરાય ચાર દીવાલો વચ્ચે,

એ મકાન છે, આવાસ નથી,


નકલી ચહેરો લગાવી નકલી હસે છે,

ભૂલાઈ જાય ચહેરા, કોઈ ખાસ નથી,


હવાની અવર જ્વર આપમેળે થયા કરે,

કોઈ ધબકે નહીં તો એ શ્વાસ નથી,


હૃદયથી હૃદય સુધીનું અંતર તો ઓછું છે,

છતાં કઠિન છે, સરળ પ્રવાસ નથી,


જીવનનો બોજ લઈ ફરે છે સૌ કોઈ,

કોઈના ચહેરા પર ઉલ્લાસ નથી,


પૂછો તો કહેશે કે મોજેમોજ છે જીવનમાં,

ભીતરમાં આનંદનો અહેસાસ નથી,


તારી ચાહતમાં દુનિયા વસાવી છે મારી,

પાછો નહીં હટુ, જીવનમાં અફસોસ નથી,


માર કે જીવાડ હવે તારા હાથમાં છે,

તારી મરજી, મારો કોઈ પ્રયાસ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance