નવાં વર્ષનાં સૌ સંકલ્પ કરીએ
નવાં વર્ષનાં સૌ સંકલ્પ કરીએ
નવાં વર્ષનાં સૌ સંકલ્પ કરીએ
એકબીજાને સૌ મળતા રહીએ,
કરી એકબીજાની ભૂલોને માફ
એકબીજાને સૌ ગમતા રહીએ,
જુના વર્ષની મીઠી યાદને સૌ
એકબીજાને સંગ માણતા રહીએ,
ઈચ્છા ફળે બધી જ નવા વર્ષે
ઈશ્વરને એ પ્રાર્થના કરતા રહીએ,
નવાં વર્ષનાં સૌ સંકલ્પ કરીએ
એકબીજાને સૌ મળતા રહીએ.
