નૂપુર મારા
નૂપુર મારા


કબાટના ખૂણામાં સચવાયેલા હતા નૂપુર મારા,
જિંદગીની ભાગદોડમાં ભુલાયા હતા નૂપુર મારા,
દિવાળીની સફાઇમાં મળ્યા અચાનક નૂપુર મારા,
સરી ગઈ એ યાદમાં, થિરકતા હતા નૂપુર મારા,
સંગીત નૃત્યના તાલમાં ખનકતા હતા નૂપુર મારા,
ઢળતી ઉંમરમાં પણ પ્રિય લાગ્યા નૂપુર મારા,
સોનેરી પેટીમાં જ સચવાયેલા હતા નૂપુર મારા,
કર્યું આજ ફરી સ્વાગત તેનું ને ખનક્યા નૂપુર મારા,
હવે સંસ્મરણોમાં ખનકતા રહેશે નૂપુર મારા,
ને નવજીવનના સાથી બની રહેશે નૂપુર મારા !