નથી
નથી
આજ આદમી એની ઔકાતમાં રહેતો નથી,
પરંતુ, એ આદતોથી આજ બાજ આવતો નથી.
હાઈવેનાં નામ પર લાખો રસ્તાઓ બનાવી લે,
પરંતુ, અહીં એ ઠોકર ખાયા વિના ચાલતો નથી.
જાત પાતનાં દલદલમાં રોજે ફસાતો જાય એ,
પરંતુ, ચાહવા છતાં જાતિ બહાર કદમ મૂકતો નથી.
અદાવતની આગથી રોજે-રોજે દાઝયા કરે એ,
પરંતુ, એ આગ ઓલવવાની કોશિશ કરતો નથી.
ફલા ફલાનાં નામ પર એનાં હજારો રિશ્તા હશે,
પરંતુ, પ્યારની વાત આવે તો એ પ્યાર કરતો નથી.
આધુનિક યુગમાં ભલેને હવાઈ મુસાફરી કરે એ,
પરંતુ, "નાના" જમીન પર કોઈને નડયા વિના રહેતો નથી.
