નથી કહેવાતું
નથી કહેવાતું
નથી રે કહેવાતું રે નથી રે સહેવાતું
જીવનના વહેણને નથી રે સચવાતું
મનની વાતો મનમાં સદા ઘુમરાતી
સાથી વિના કોને તારે કહેવાની
મૌન રાખી પ્રભુને વિનંતિ કરવાની
જીવનના વહેણને નથી રે સચવાતું
વહેણને તારે સદા દિશા સૂચવવાની
સંસારના વાયરાતો સદા લહેરાતાં
કિનારે ઉભા રહી ધજા ફરકાવતા
તેમાં લેપાઈ તારે મલિન ના થવાનું
જીવનના વહેણને નથી રે સચવાતું
વાયરાને જાવા તારે મારગ દેવાનો
ધીરજ અને સમતાનો આશરો લેવાનો
પ્રેમની ગંગાને વહેતી મૂકવાની
સ્વાર્થની કેડી તારે છાંડી જવાની
જીવનના વહેણને નથી રે સચવાતું
માયા મમતાની રાહ હવે બદલવાની
જીવનના વહેણને નિરખી રહેવાનું