નસીબને કોસ્યા નાં કર
નસીબને કોસ્યા નાં કર


દરિયાની ભીતર ડૂબકી લગાવ ઢગલો મોતી મળશે,
આમ કિનારે બેસી નસીબને કોસ્યા ના કર,
અંધારાને જોઈ બેબાકળો ના બન,
બસ ચાલ્યે જા રોશની જરૂર મળશે,
આમ અંધારાને કોસ્યાં નાં કર,
સતત પ્રયાસ કરીએ સૂતેલું નસીબ પણ જાગી જાય,
જે નથી મળ્યું એના માટે નસીબને કૉસ્યા ના કર,
આ ફૂલને પામવા કંટક ના ઘા સહન કરવા પડે,
આમ ચુભેલા કંટક માટે ફરિયાદ ના કર્યા કર,
તારા હિસ્સાની ખુશીઓ તને ચોક્કસ મળશે,
બીજાની જાહોજલાલી જોઈ,
તારી જાત ને કોસ્યા ના કર,
કોઈ પોતાનું છોડી જાય,મઝધારે ડુબાડી જાય,
પોતાના એ પોતાના જ હોય કાલે આવીને ગળે મળશે !
ફોગટનું તારું હૈયું બાળ્યા ના કર.