STORYMIRROR

Mittal Purohit

Inspirational

4  

Mittal Purohit

Inspirational

નશો કળયુગનો

નશો કળયુગનો

1 min
315

જીવન મારું હતું મજાનું જાણે આભ ઉડતું વિહંગ, 

કિલ્લોલ કરતા મિત્રો સાથે હું બનતો જાણે પતંગ. 


 પ્રેમ, પરિવાર અને પ્રતિષ્ઠા એવી, મન જોઈને હરખાય,

નજર ના લાગે કોઈની મુજ ને, સુખ ક્યાંય ન જાય.


ખુશીઓ મારી કદમ ચુમતી ઈશ્વર મહેર સદા,

ભૂલ ન કરી ક્યારેય કોઈ ન ભોગવી કદી સજા.


એક દિવસ દુનિયાના રંગમાં જઈ ને હું ભળ્યો, 

પરિવારથી દૂર થયો હું નવી દુનિયાને જઈ મળ્યો. 


છુટ્યા સૌ સ્નેહીઓ-સ્વજનો મિત્રોનું એ ટોળું, 

સિગરેટ-દારુ પાર્ટી કેરા વ્યસનને જ હું ભાળુ. 


સ્વાસ્થ્ય મારુ ધીમે ધીમે રિસાયુ મુજથી એવું, 

નજર મારી જ મુજ ને લાગી, સુખ ક્યાંય ન જોયું.


ખુશીઓનું ના કોઈ ઠેકાણું ઈશ્વર રૂઠયો એવો,

ભૂલ કરી એવી જીવનની જેની દંડ મોત જેવો.


આ કળિયુગનો નશો મુજ પર એવો તો છવાયો,

જાત મારી ઘસી ને હું, મુજથી જ અંતે ઘવાયો.


કહું છું સૌને ચેતી જાજો, વ્યસનમાં ન જાત ઘસો,

બરબાદ થશે આ જીવન, એવો કળિયુગનો નશો.....



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational