Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મોકો શોધી લઈએ

મોકો શોધી લઈએ

1 min
133


વસંતમાં તો ખીલી જશે ફૂલો આમ જ,

ચાલને પતઝડમાં પણ બાગને મહેકાવવાનો,

મોકો શોધી લઈએ,


લડવા ઝઘડવાના કારણો તો ઘણા મળશે,

ચાલને ભેગા મળી જીવનનાં ઉત્સવને મનાવવાનો,

મોકો શોધી લઈએ,


બાગે તો ખીલી ફૂલો મહેકાવી જાણે,

ચાલને રણને મહેકાવવાનો,

મોકો શોધી લઈએ,


પોતાનાને તો સૌ કોઈ ચાહે,

પણ પારકાને ચાહવાની મજા માણી લઈએ,

કોઈ અનાથનું જીવન સંવરાવાનો,

મોકો શોધી લઈએ,


ઊગતા સૂરજની પૂજા તો સૌ કરે,

ચાલને આથમતા સૂરજને પણ માણી લઈએ,


નિષ્ફળતાથી હતાશ થયેલા હૈયાને થોડો સધિયારો આપવાનો,

મોકો શોધી લઈએ,


કરે વાયદા ભવોભવના પણ સાથ ના નિભાવે કોઈ,

ચાલને નિભાવી પ્રેમનો વાયદો,

ઇતિહાસમાં અમર થઈ જઈએ,

ચાલને જગમાં મશહૂર થવાનો,

મોકો શોધી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational