STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

જીવનની રંગોળી

જીવનની રંગોળી

1 min
211

 રંગોથી દોરેલી રંગોળી છે શાનદાર,

બનાવે મન આંગણ ને  એ જાનદાર,

રંગ મળે સૌ સાથે,

ત્યારે બને રંગોળી,

સૂર તાલ મળે સૌ સાથે,

 ત્યારે બને શામ સૂરીલી,


હોય બાગમાં લાલ, લીલા ને પીળા ને સફેદ ફૂલો,

મહેકાવે આ બાગ ને,

બની બાગનું શાન,

વધારે જગતમાં એનું માન,

પ્રકૃતિ પણ બહાર ને કરે અનેક રંગો અર્પણ,

બતાવે માનવીને એ જીવન દર્પણ,

રંગોથી જ શોભે રંગોળી,

ના એક રંગનું કામ,


જીવન પણ રંગોળી જેવું,

સુખ, દુઃખ,

ગમ, ઉદાસી,

આશા, નિરાશા,

હતાશા, પ્રેરણા

ના રંગોથી,

 બને અદભૂત રંગોળી,

જીવન આંગણ સોહાય

વિલાપ શા માટે કરે ?

એ માનવી દુઃખના આ ડલ કલરથી ?

દુઃખનો કલર ના હોય સુખ કેમ દેખાય ?

દુઃખથી કેમ ગભરાય ?


ભીતર પડેલ અખૂટ શક્તિ આમ દુ:ખે પરખાય,

સુખ તારી ભીતર પડ્યું પડ્યું મલકાય,

જો ને હૈયું તારું પ્રેમથી છલકાય,

તારું જીવન આંગણ હરખથી હરખાય,


જીવન છે રંગીન રંગોળી,

બની જા અદભૂત રંગો,

દીપાવ જીવનનું આંગણું,

બની રંગબેરંગી રંગોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational