એક ઘર એવું હોય
એક ઘર એવું હોય
એક ઘર એવું હોય,
જ્યાં પ્રેમના રંગોથી
રંગાયેલ હૃદયની દીવાલો હોય.
જ્યાં લાગણીના લીલાછમ વૃક્ષો હોય.
જ્યાં પંખીડાનો મીઠો કલરવ હોય.
જ્યાં આવકાર માટે ઊભેલું
હૂંફાળું હૃદય હોય.
જ્યાં ઘરમાં પ્રવેશતા જ,
થાકનો ભારો ઉતારી શકાય.
જ્યાં હૂંફ, દરકાર ને
સહકાર હોય.
જ્યાં મહેકતા લાગણીના
ફૂલો હોય.
જ્યાં આત્મીયતાની વેલી હોય.
જ્યાં હરખની
હેલી હોય.
જ્યાં ઘરની
દીવાલોમાં પણ પોતીકાપણું હોય.
જ્યાં દેવળ જેવી શાંતિ
અને સુકુન હોય.
જ્યાં પાવન આંગણું પણ
આપે આવકાર.
જ્યાં સપનાઓ થાય સાકાર.
ત્યાં જીવનને મળે નવો આકાર.
જ્યાં ના હોય કોઈ તકરાર.
હોય બધા જવાબદાર.
એક બીજાના મદદગાર.
જ્યાં સુખોની હોય વણજાર.
જ્યાં દરેક હોય સમજદાર.
એવો હોય એક પરિવાર.
