સમય
સમય
સમય કોઈનો થયો નથી,
રેતીની જેમ હાથમાંથી સરકતો જાય,
બસ દોડ્યે જ જાય છે,
ક્યાંય થંભતો નથી આ સમય,
સમયની આંગળી ઝાલી ચાલતા,
આદમીની આંગળી છોડી ભાગ્યે જ જાય છે આ સમય,
નદીની જેમ સતત વહેતો સમય,
કિનારાથી દૂર ભાગતો આ સમય,
રજ ને ગજ અને રાજા ને રંક બનાવતો આ સતાધારી સમય,
બાળક જેવો ચંચળ છે આ સમય,
દોડી દોડી ને પણ થાકતો નથી આ સમય,
પરિવર્તનમાં માનતો આ સમય,
વિસાત નથી કોઈ વ્યક્તિની અહી,
સમય સમય છે બળવાન,
રાજા ને પણ ઝૂકાવે આ સમય,
રંક ને સિહાસન પર સ્થાન આપે આ સમય,
સમયની સતા સામે ના ચાલે કોઈનું શાણપણ,
દર વખત નવા લીબાસ નવા આકાર ધારણ કરે આ સમય,
આજ ને બાગ બનાવે આ સમય,
ગુલશન ને વિરાન બનાવે આ સમય,
સમયની ચાલ ને ક્યાં કોઈ સમજી શક્યું છે,
અટપટા મિજાજ છે સમય ના.
