Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harish Thanki

Inspirational

4.0  

Harish Thanki

Inspirational

વ્યથા કોને કહે?

વ્યથા કોને કહે?

1 min
580


ક્યાંક કાયદા, ક્યાંક રિવાજો; બધી કથા કોને કહે ?

પીડનાર જાણે નહીં ! કહો પીડિતા વ્યથા કોને કહે ?


ચૂંદડી કેરો રંગ ખેંચી લઈ ધરતીને ઓઢાડી દીધો,

ધરતી ને નારી બેય પીડિતા, કહો વ્યથા કોને કહે ?


દૂધ પી ગયો પાલનહાર ને ગાય બની લાચાર;

વાછરડું માંગે દૂધ, પીડિતા કહો વ્યથા કોને કહે ?


અંગ્રેજી સ્કૂલને પોષવા, નિશાળ ગુજરાતી કરમાઈ;

સ્કૂલની લાચાર બારી પીડિતા, કહો વ્યથા કોને કહે ?


કર્મના રંગને ઢાંકવા, ધર્મનો ધાબળો ઓઢી લીધો;

એની જિંદગી શર્મસાર પીડિતા, કહો વ્યથા કોને કહે ?


Rate this content
Log in