કેમ ?
કેમ ?
ઘડીક નિર્જન ટાપુ પર જઈને બેસે,
ઘડીક વૃક્ષ પર જઈને બેસે,
ઘડીક આકાશે ઊડે,
પંખી માટે ક્યાં કોઈ પાસપોર્ટ વિઝાનાં નિયમ છે,
એતો ચાહે ત્યાં જઈ શકે છે,
પૂનમના ચંદ્ર ને જોઈ ગાંડો થાય છે દરિયો
બેફામ બને આ દરિયો,
હૃદયની વ્યથા ને વ્યક્ત કરે આ દરિયો,
કેટલા ઊંચા મોજા ઉચાલવા એના માટે ક્યાં કોઈ નિયમ છે,
ક્યારેક બીજનો ચાંદ,
ક્યારેક ચૌદવીનો ચાંદ
ક્યારેક પૂનમનો ચાંદ,
ક્યારેક વાદળોથી સંતાકૂકડી રમતો ચાંદ,
ક્યારેક અમાસે સંતાતો ચાંદ,
દરરોજ આકાશે ચાંદની હાજરી પુરવા ક્યાં કોઈ હાજરી પત્રક હોય છે,
ચાંદ માટે ક્યાં કોઈ નિયમો હોય છે !
ક્યારેક સોનેરી કિરણથી,
ધરતી ને ચમકાવતી સૂરજ,
ક્યારેક આગનો ગોળો બની દઝાડતો સૂરજ,
ચોમાસે આભે સંતાતો સૂરજ,
આમ મન માની કરે સૂરજ,
એના માટે ક્યાં કોઈ નિયમો હોય છે !
નથી કુદરતમાં ક્યાંય નિયમો,
તોય બધું નિયમિત ચાલે છે,
એક દેશથી બીજા દેશ જવા માટે,
હોય છે નિયમો,
નથી ઈશ્વરે બનાવ્યા આ નિયમો,
બસ માનવે જ બનાવ્યા આ નિયમો,
ઈશ્વરે તો આપી એક ધરતી,
પણ આપણે જ ટુકડા કર્યા,
આ મારું આ તારું,
એવા ભાગલા પાડયા,
સરહદો બનાવી,
નિયમો બનાવ્યા
કેમ ?
