ધરતી પરનો ખૂબસૂરત નજારો
ધરતી પરનો ખૂબસૂરત નજારો
આજે બાગે જાણે ફૂલોનો ડેરો છે,
આજે ધરતી પર કઈ ઉત્સવ અનેરો છે,
ફૂલો પર ભ્રમરનો પહેરો છે,
જાણે ફૂલોનો મલકાતો ચહેરો છે,
આજે કુદરતનો માનવીને કઈક ઈશારો છે,
આજે ધરતી પર ખૂબ સુંદર નજારો છે,
આ મહેક પર જાણે હવાનો ઈજારો છે,
આ પતંગિયા ભરીને બેઠા દરબાર મજાનો છે,
વગડે કેસુડો કેવો ઠાઠ જમાવે
જાણે સાફામાં કોઈ દુલ્હો મજાનો,
આજે પ્રકૃતિમાં ઉત્સવ અનેરો,
જાણે લાગે ભ્રમર ફૂલોની શાદીનો મેળો.
