STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

મારી દીકરી

મારી દીકરી

1 min
533

મારી દીકરી મારી શાન છે 

જે ઘરે બધાની જાન છે

મારી દીકરી તેની માતાની મિત્ર છે

મારી દીકરી પિતાનો પ્રેમ છે


મારી દીકરી દાદાની લાકડી

અને દાદીની લાડકી છે

મારી દીકરી સંબંધનો સેતુ

અને પ્રેમનો પડછાયો છે


મારી દીકરી કુટુંબનો કિલ્લોલ

અને વંશનો વેલો છે

મારી દીકરી મર્યાદાની મુલાકાત

અને સંસ્કારો નો સાથ છે


મારી દીકરી પરિવારનો ક્યારો

અને પવિત્રતાની પ્રતિમા છે

મારી દીકરી મારું ગૌરવ

અને શોભાનું સૌરભ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational