જીવન રંગ
જીવન રંગ
હોળી ધુળેટીમાં રંગાઈ જાવું છે,
આજે માલામાલ થઈ જાવું છે..
ઉત્સાહના રંગે રંગાઈ જાવું છે,
ઉદાસીનતાથી દૂર થઈ જાવું છે..
લાગણીનાં રંગે રંગાઈ જાવું છે,
નફરત હૈયેથી દૂર થઈ જાવું છે..
સહિયારા રંગે રંગાઈ જાવું છે,
એકલતાથી દૂર થઈ જાવું છે..
એકમેક હૈયે રંગાઈ જાવું છે,
ઈર્ષા અંદરે દૂર થઈ જાવું છે..
શિલ્પધ્રુવને રંગાઈ જાવું છે,
કાંઈક તો ભલું કરી જાવું છે.
