હું રંગ છું
હું રંગ છું
હું રંગ છું દરેકને સંગ છું,
અલગ છું દરેકને સંગ છું,
હું આશા છું નિરાશા છું,
અલગ છું દરેકને સંગ છું,
હું લાલ છું પ્રેમને સંગ છું,
હું હૂંફ છું હું જ ખુશ છું,
હું ઉતેજના ને તીવ્રતા છું,
હું જ ભય હું ગુસ્સો છું,
હું પીળો છું ઉત્સાહી છું,
હું શક્તિ હું સંગઠન છું,
હું આશા હું આરામ છું,
હું ઉજાસ હું ચમક છું,
હું ગુલાબી છું હું છાવ છું,
હું લાગણી પ્રતિબિંબ છું,
હું નરમ હું જ સ્ત્રીત્વ છું,
હું દયા ને હું જ કરૂણા છું.
