STORYMIRROR

પિયુષ જોશી "શિલ્પધ્રુવ"

Classics Inspirational

4  

પિયુષ જોશી "શિલ્પધ્રુવ"

Classics Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
378

શ્રી કૃષ્ણ સુદામા મિત્રો હતાં

સાંદિપની ઋષિના આશ્રમમાં

બન્ને બાળકો ભણતાં હતાં


સુદામા "શ્રી દામ" નામે હતા

શ્રી રૂપે દામ મળે તો પણ એ

ક્યારેય ક્યાં સ્વીકારતા હતાં


ગરીબ છે લોકો કહેતા હતાં

શ્રી કૃષ્ણ હોય જેના મિત્ર એ

તમે કહો કેમ ગરીબ હતા ?


શિક્ષા પૂર્ણ કરી અલગ થયાં

ઈશ્વરને સમજાવવો ભૂપોને

એ માટે બન્ને કટિબદ્ધ થયાં


સુદામા ઈશ્વરમાં વ્યસ્ત થયાં

પહોંચાડી દેવા વિચાર મનડે

માનવ માનવમાં તત્પર હતાં


સુશીલા કામમાં સુશીલ હતાં

આપવા પતિ સુદામા સાથ એ

નિત સંસ્કારી નાર તૈયાર હતાં


નાના માણસ સુધી જતાં હતાં

તો ભૂપોને સમજાવવા પણ એ

મિત્ર શ્રી કૃષ્ણ કામ કરતાં હતાં


કર્મ શ્રી કૃષ્ણને વાગોળવા ગયા

દ્વારપાળે લીધું સુદામા નામ એ

શ્રી કૃષ્ણ ઉઘાડા પગે દોડ્યાં હતાં


મિત્ર છે અંગત રાણીઓને કહ્યા

કરો પૂજા મુજ અમૂલ મિત્ર એ

તમામને શબ્દો આ જ કીધા હતાં


પ્રણામ સોળ હજાર સામે હતાં

અરે કૃષ્ણ ક્યારે થશે બધુ એ

તું જ ધો પગ શબ્દો કહ્યા હતાં


શ્રી કૃષ્ણને હક્કથી કહેતાં હતાં

સુદામા જ મિત્ર મળે કૃષ્ણ એ

વળગી શબ્દો હર્ષથી કહ્યા હતાં


શિલ્પધ્રુવ ના કહે શાસ્ત્રનાં હતાં

આ જે કહ્યું સાર મિત્રતાનો એ

તત્વચિંતક એને વાગોળતા હતા


Rate this content
Log in

Similar gujarati poem from Classics