રંગોની કમાલ
રંગોની કમાલ
રંગોને ઊડાડી કમાલ કરીએ,
ચાલને આમ ધમાલ કરીએ..
સફેદથી શાંતિ કાયમ કરીએ,
લાલથી શૌર્ય શામેલ કરીએ..
ગુલાબીથી ગુલાબી રહીએ
પીળાથી ચમકતા રહીએ..
લીલાથી લીલાછમ બનીએ,
વાદળીથી વરસતા રહીએ..
કેસરીથી કેસરીયો કરીએ,
શિલ્પધ્રુવ રંગીન રહીએ.
