STORYMIRROR

MITA PATHAK

Inspirational

3  

MITA PATHAK

Inspirational

દુલ્હન

દુલ્હન

1 min
199

રંગ તો મારે ભરવા છે,

હૃદયના રંગે રંગવી છે,


રોષથી લાલ થયેલા ઓષ્ઠને,

ગુલાબની જેમ ખીલવી છે,


પીડી પડેલી સૂકી નેત્રોમાં,

સુરમાંની લાલી આંજવી છે,

 

ખાલી પડેલા સૂના હાથમાં, 

લીલીલાલ ચૂડીઓ રણકાવવી છે,


નથી રોનક તારી ચાલમાં,

રણકારની ચાંદની પહેરાવી છે,


પલાશ તરુની જેમ મારે,

કેસરિયા રંગે રંગવી છે,


તારા હાથમાં નથી કોઈ હાથ,

સોળ શણગારથી દુલ્હન બનાવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational