STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કિસ્મતથી મળ્યો

કિસ્મતથી મળ્યો

1 min
182

કિસ્મતથી મળ્યો મને જન્મ

ગુજરાત રાજ્યમાં

મને વ્હાલું મારું ગુજરાત

હા હું એક ગુજરાતી


હર પળ હું ગુજરાતી

રહુ લંડન કે પેરિસમાં

રહી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા

તોય હું ગુજરાતી


મારી આત્મા ગુજરાતી

મારી બોલી ગુજરાતી

મારા રોમે રોમમાં ગુજરાતી


દુશ્મનને પણ મીણની જેમ પીગળાવી દઉં

દોસ્ત માટે જાન કુરબાન કરી દઉં

છું હું એક ગુજરાતી


છેલ છબીલો ગુજરાતી

નવરાત્રીમાં ગરબે રમુ

દિવાળી માં રંગોળી પૂરું

હું તો કૃષ્ણ જન્મ મનાવું


હું તો મેળે જાવ

દરેક ને ગળે લગાડું

જલેબી જેવી મીઠી ભાષા

ઢોકળા જેવું પોચું હૈયું મારું


ઊંધિયાની જેમ જગતમાં ભળી જાવ

જ્યાં જાવ છું ગુજરાતનું નામ કમાવું છું

સંતો મહંતોની ભુમી મારી

થોડા આશીર્વાદ લઈ

નામ ઝાઝું કરું મારા ગુજરાતનું


મારા હૈયે દરિયાદિલી

છપ્પનની મારી છાતી

સાહસ મારા રગે રગ માં ભર્યું

અશક્ય ને હું શક્ય બનાવું


હું તો દરિયાઈ સફર ખેડુ

આકાશમાં પણ કદમ રાખું

વેપાર માં હું પાક્કો

વ્યવહાર રાખું હું સાચો

ક્યાંય ના પડું પાછો

હું એક ગુજરાતી


ઓળખ ને મહેનત મારી ઝંઝાવાતી

શૂન્યમાંથી સર્જન કરું એવો કરામતી

હા હું એક ગુણિયલ ગુજરાતી


બાપુની હું કદર કરું

એના પગલે હું ચાલુ

બાપુ નુંનામ અમર છે દુનિયા માં

રહેશે કયામત તક બાપુનું નામ

જ્યાં સુધી રહેશે આકાશે ચાંદ સિતારા તમામ

હા હું એક ગુજરાતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational