જિંદગી જંગલ જેવી
જિંદગી જંગલ જેવી
આપણે દોરેલા નકશા મુજબ ક્યાં ચાલે છે જિંદગી !
એક અટપટા જંગલ જેવી જિંદગી,
સંબંધોના વૃક્ષ થકી ગીચ જંગલ જેવી જિંદગી,
તોય ચારેકોર ઘોર અંધકાર,
ના દેખાય સૂરજનો ક્યાંય પ્રકાશ,
ડર નથી મને હિંસક પ્રાણીઓનો,
બસ હૈયે ધ્રાસકો પડે છે,
માનવીની શિકારી નજર જોઈને.
