STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

નોકરીના પ્રથમ દિવસ

નોકરીના પ્રથમ દિવસ

1 min
245

નોકરીના પ્રથમ દિવસની યાદ તો જુઓ,

આંખ સમક્ષ ફરતી આ તસવીરો તો જુઓ.


તાલીમી કૉલેજના પ્રાધ્યાપકનો વટ હતો,

મારાથી મોટા મારા વિદ્યાર્થીઓ તો જુઓ.


તમારી મેથડ કઈ ? એવું હજી તો કોઈ પૂછે,

ત્યાં તો અધ્યાપકની થઈ ઓળખાણ તો જુઓ.


લોકોએ ભલે આપણને ઊંચાઈથી માપ્યા,

વાણીએ પાડ્યો પ્રભાવ એની અસર તો જુઓ.


આજે પણ નજર સામે તરવરે છે એ પ્રાર્થનાખંડ,

જ્યાં થતું આદર્શ શિક્ષકનું ઘડતર તો જુઓ.


પાઠની નોંધ અસ્વીકાર થતાં જે નારાજ થતાં,

શાળાના આચાર્ય તરીકેની પ્રગતિ તો જુઓ.


મારી સ્મૃતિશક્તિનેય ક્યાંક દાદ દેવી પડે,

રોલ નંબર સાથે નામનું ગઠબંધન તો જુઓ.


ઉતાવળમાં પુરવણી પર પરીક્ષા નંબર રહી ગયો,

અક્ષરો પરથી થતી પેપરની ઓળખ તો જુઓ.


સ્વનિર્ભર કૉલેજથી શરૂ થયેલી સફરના પ્રતાપે,

સરકારી સંસ્થામાં થઈ નિયુક્તિ તો જુઓ.


લખેલું જ વંચાય એવા આગ્રહની સામે,

ક્યાંક ઉત્સાહમાં આવેલી ઓટ તો જુઓ.


ટૂંકા વેતનમાં મન સહુનાં મોટાં હતાં,

બહોળા પગારમાં સંકુચિત મન તો જુઓ.


સ્વનિર્ભરના સંબંધો દિલમાં અકબંધ રહ્યા,

સરકારી સંબંધોની સરકારી અસર તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational