STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

નમ્રતા

નમ્રતા

1 min
32

જેમની વાણી અને વર્તનમાં હોય નમ્રતા,

તે લોકો જને જનમાં સદાય માટે વસતા.


જેમના ચહેરા હોય છે જીવનભર હસતા,

તેવા લોકો આજીવન રહે છે સૌને ગમતા.


જે લોકો અસલી દેશ સેવક બની ફરતા,

તેમની સહુ ભારતવાસીઓ તુલના કરતા.


જે વ્યકિત સર્વને પોતાનો પરિવાર માનતા,

તેવા લોકો પર હંમેશાં ખુશી રહે છે જનતા.


જે લોકો પરોપકાર કરીને આનંદને માણતા,

માનવતા દાખવી જે દુઃખીની મદદે દોડતા.


તેમની પર તે પાલનહાર અમીદ્રષ્ટિ રાખતા,

જે કામ, ક્રોધ, મોહ, જેવા દૈત્યને મારતા.


તેવા લોકો જ જીવનમાં વિજયી બનતા,

જે આંગણે અતિથીને આવકાર આપતા.


તેવા લોકોની સહુ કોઈ લોકો પ્રશંસા કરતા,

'પ્રવિણ' આવા લોકો જોઈ હરિહર રીઝતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational