નજર ઉતારણાં
નજર ઉતારણાં
રંગ રંગને પોતાની હામ ભરવા દીધી,ક્યાંક શ્વેત ક્યાંક શ્યામ, ક્યાંક નીલવર્ણી આભા ઊઠી,
ક્યાંક મૃગ, ક્યાંક રામ,
ક્યાંક શ્યામ, ક્યાંક મોહિની મીઠી, હવામાં લહેરાતી સુંદર એક ધૂમ્રસેર દીઠી.
લાલ કેસરી લીલો વાદળી સફેદ જાંબલી,
અમે એક અમાપ અભેદ રેખા આંકી દીધી.
જીવનના દરેક રંગને જીવવાની મોજ લીધી, ખોબો વ્હાલ, ચપટી લાગણીની છાલક ઊડી,
તેં મજાની એક મુઠ્ઠી ગુલાલની લીધી, અને પછી આપણે ઘરની નજર ઉતારી લીધી.
