STORYMIRROR

Nirali Shah

Inspirational

4  

Nirali Shah

Inspirational

નિયમ

નિયમ

1 min
313

શા માટે બનાવીએ એવા નિયમ ?

કે જેને પાળવામાં થઈ જવાય ચિતભ્રમ.


હસતા મોંએ કરો સામનો મુશ્કેલીઓનો,

ખુદને બનાવો એટલા સક્ષમ !


શૂન્યમાંથી પણ કરી શકો સર્જન,

શું છે તમારામાં એટલો દમ ?


જેવું વાવો તેવું જ લણો,

રાખો યાદ આ સાર હરદમ.


કર્મ નાં સિધ્ધાંત ને અનુસરો,

ને બનાવો યાદગાર આ જનમ.


કરીને પુરુષાર્થ બદલી શકો છો પ્રારબ્ધ,

મનને બનાવો એટલું મક્કમ.

કાલની ચિંતા છોડી જીવો આજને,

કાળની વાત તો જગન્નાથે પણ રાખી છે મોઘમ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational