નિષ્ફળતા
નિષ્ફળતા
હું તને શોધ્યા કરું મૂર્તિમાં
અને
તું બાળકની કિલકારીઓમાં વસે,
હું તને શોધ્યા કરું આકાશમાં
અને તું,
નદીઓના ખળખળ વહી જાય,
તું ફૂલોમાં ખીલી ઉઠે સવારે,
તું સાંજના રંગોમાં કિનારે આવી ચઢે,
તને કેમ સમજાવું ઈશ્વર?
હું તને શોધવામાં નિષ્ફળ ગયો છું.
