નિષ્કલંકી
નિષ્કલંકી
કાલની કોને ખબર,
જે સંત જાણે એ ભક્ત જાણે,
હવે જાણશે માનવ,
શંકા વ્યક્ત થઈ છે,
ઈશ્વર હવે ક્યાં છે,
દુનિયા બદલાઈ ગઈ છે,
ધન છવાઈ ગયું છે,
કાલની કોને ખબર.............
નવો યુગ આવવાવાળો છે,
માનવ બનવાવાળો છે,
નર ને મળવાવાળા છે,
નારાયણ આવવાવાળા છે,
કાલની કોને ખબર.......
સત્યમાં છે એ શક્તિ,
સંઘભાવનાની છે શક્તિ,
કલંક ને ધોવાવાળા છે,
નારાયણ આવવાવાળા છે,
કાલની કોને ખબર........
જૂઠાં કરશે સમિક્ષા,
સત્યની લેશે પરિક્ષા,
માનવ બનવાનો નેક,
એક ધર્મ એક દેશ,
કાલની કોને ખબર.......
નવું કરશે નિર્માણ,
કૃત યુગનું નિર્માણ,
કર્મથી બનશે એ 'કલ્કિ',
સત્ય છે 'નિષ્કલંકી',
કાલની કોને ખબર,
જે સંત જાણે એ ભક્ત જાણે,
હવે જાણશે માનવ.
