નિશાળે આવ્યા પંખીઓ
નિશાળે આવ્યા પંખીઓ
કલશોર કરતાં પંખીઓ આવ્યાં
દફતર, વોટરબેગ સાથે લાવ્યાં
ચીં ચીં કરતી આવી ચકલી
ભણવા આવી એતો એકલી,
ઘૂ ઘૂ ઘૂ કરતું આવ્યું કબૂતર
ખભ્ભે ભરાઈને આવ્યું દફતર
કા કા કરતો આવ્યો કાગડો
એતો શીખતો ચોગડો પાંચડો,
પ્રભુ તું કરતો આવ્યો હોલો
ટીચર કે'તા બેનો ઘડિયો બોલો
ટેહુક, ટેહુક કરતો આવ્યો મોર
વર્ગમાં કરતો એતો બહું કલશોર,
કુહૂ,કુહૂ કરતી આવી કોયલડી
વર્ગમાં ગાતી એતો રે એકલડી
પીહૂ પીહૂ કરતો આવ્યો બપૈયો
સૌ નિશાળમાં એને કહેતા કનૈયો.
