STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

નીતિવાન

નીતિવાન

1 min
45

હે આર્યપુત્ર દેશપ્રેમી બની વિશ્વને તું બતાવી દે,

બની જા નીતિવાન અને જીવન સારું વિતાવી દે.


રાગ, દ્વેષ, ઈર્ષા, પાપ, જેવા દૈત્યને પતાવી દે,

પાપનો માર્ગ ત્યજી , પુણ્ય કરી હાથ લંબાવી દે.


વાસના જન્મે એવા કુવિચાર મનથી હટાવી દે,

મા - બાપની સેવા કરી શ્રવણ બની રીઝાવી દે.


પૂજા - પ્રાર્થના કરી ઈશ્વરમાં ધ્યાન લગાવી દે,

ભારતીયબંધુને પ્રેમ આપી દિલમાં સમાવી દે,

સારી નામના મેળવી નવો ઇતિહાસ રચાવી દે.


ઊંચનીચના ભેદનું ભૂત મનથી મુક્ત કરાવી દે,

વસુધૈવ કુટુમ્બકમ , સૌને પોતાના તું બનાવી દે.


દસમો ભાગ ફરજીયાત કાઢી ચોપડે નોંધાવી દે,

ચાર દિનની ચાંદનીમાં તું પણ રોશની ફેલાવી દે.


આંખોરૂપી અરીસા માંથી કુદ્રષ્ટિને તું ફગાવી દે,

મનરૂપી મેમરીમાં સુવિચાર, જ્ઞાનને તું ભરાવી દે.


જરૂરીયાતમંદ લોકો પાસે જઈને સ્કંધ ટેકાવી દે,

ભૂખ્યા પરિવારને અન્નદાન આપી ભૂખ મિટાવી દે.


ગરીબ બાળકોને ભણાવીને નોકરીએ ચડાવી દે,

અંત: કરણથી તેની દુઆ મળશે બેકારી હટાવી દે.


લક્ષ્મીનો સદુપયોગ કરી લોકોને નિવાસ બંધાવી દે,

ઉધઈ ખાય તે પહેલા વધારાનું લોકોમાં વેચાવી દે.


તારી હયાતીમાં જ મિલકતમાં ભાગલા પડાવી દે,

સંતાનો રાજી રહે એનાં નામે દસ્તાવેજ લખાવી દે.


મારું અહીં કંઈ જ નથી એવું સહુને તું બતાવી દે,

પ્રભુએ આપેલું વાપરી છેલ્લે ખૂલ્લા કર બતાવી દે.


કાષ્ઠશૈયા પોઢી જઈને દેહ અગ્નિમાં તું હોમાવી દે,

'પ્રવિણ' પંચમહાભૂતોમાં ભળી નવું ઘર વસાવી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational