નદી એતો ઘરેણુ છે
નદી એતો ઘરેણુ છે


નદી એતો પહાડનું મનમોહક ઘરેણુ છે,
ભગવાનનું પહાડ પર સરિતાનું લહેણું છે.
ખળખળ કરતી વહેતીને મનમાં હસતી,
મારગમાં બધાંને સાથે લઈને એતો રમતી,
પથ્થર, કાંકરાને રેતીનું નદી સાચું વહેણું છે,
નદી એતો પહાડનું મનમોહક ઘરેણું છે.
ધરા પર બની માત સરિતા ઘેર ઘેર પૂજાય છે,
સરિતાનું ગાંડુ રૂપ ચારેકોર તારાજી સર્જાય છે,
સરિતા એતો કલકલ વહેતુ નાનુ નાનુ ઝરણું છે,
નદી એતો પહાડનું મનમોહક ઘરેણું છે.
સરિતાની સેરુ જગતમાં બધાને અર્પે છે જાન,
નીર વિના આ જીવસૃષ્ટિનો ચાલ્યો જાય પ્રાણ,
સરિતા તો પહાડ પર ઊગેલ સોનાનું પોયણું છે,
નદી એતો પહાડનું મનમોહક ઘરેણું છે.