STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

નદી છે સૌની માતા

નદી છે સૌની માતા

1 min
748

જૂઓ કેવી ખળખળ વહેતી,

નદી છે સૌની માતા.


નદી કિનારે નાળિયેર પાણી, 

પીવા અમે સૌ જાતા, 

ક્યારેક પાણીમાં ધૂબાકા મારી, 

નહાવાની મજા માણતા,  

નદી છે સૌની માતા.


નદી કિનારે હોડીને નાવડી, 

પાણીમાં સ..ર...ર.. ર દોડે,

હોડીમાં બેસવાનો આનંદ અનેરો 

મા-બાપ હોય જયારે જોડે,

આ તો મનોરમ્ય નદી માતા. 


નદીનો પટ એવો વિશાળ ને લાંબો, 

વાયરે ઝાડપાન ડોલતા કિનારે, 

નદી કાંઠાના ગામ ને શહેરો જોઈએ તો,

પૂનમની ચાંદની રેલાતી મિનારે,

આ ગંગા યમુના ને ગોદાવરી માતા. 


નદીમાં નાનાં મોટા માછલાં, 

એને માછીમારો જોઇ હરખાતા,

જાળ નાખી બરાબર પકડી લઈને, 

આખા ઘરનું ગુજરાન ચલાવતા,

આતો કલ્યાણકારી નદી માતા. 


હળ જોડી ખેડૂત ખેતરે જાતો, 

નદીના નીરથી ધાન્ય પકવતો,

કાપી લણી સાફ કરી અનાજને, 

એ તો બજારમાં જઈ ઠલવતો,  

આ તો સાગરમાં જઈ સમાતી નદી માતા. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational