નારી
નારી
જેના થકી સંસાર ચાલે છે,
નર સાથે નારી સહિયારી છું,
પારકી થાપણ ભલે કહેતા,
પિયરમાં તો બહુ દુલારી છું,
સંબંધોની ગાંઠડી કેટલીય,
પતિની તો બહુ પ્યારી છું,
સરનામું ભલે નથી મારું,
ઘરની લક્ષ્મી ધન્વંતરિ છું,
ભેદભાવ ભલે કરતા હજારો,
નારીશકિતમાં તો બલિહારી છું.