નારી
નારી
નારી તું છે સપ્તરંગી,
તારામાં સમાયું મેઘધનુષ્ય,
રંગ બદલતી પાવરધી,
તું સૌ રંગોમાં રંગાતી,
મૂડ સૌના પારખતી,
તારો દાવાનળ છૂપાવતી,
અશ્રુરૂપી પાણીથી ઓલવતી,
ધુમાડા રહિત આંખોની બેબસી,
હોઠોના સ્મિતની ઘાયલ કરતી,
ગુસ્સાને નાથવા હોઠોને ચાવતી,
નાક પરનો ગુસ્સો ક્યાં તુંં છૂપાવતી ?
શરમનું પોટલું નીચે નમાવી વાત વાળતી,
આંખોની નમીને પલકોની પાંપણમાં પરોવતી,
કેશ ગુંથનમાં તારું મન પરોવતી અવિરત,
પરિવાર કાજે મૃદુભાષીત, બનતી રણચંડી,
આંખોની હયા નહિ રહેતી સાબૂત, વાણીથી ગરજતી,
અલોકિક શક્તિની સ્વામીની વિવિધ આયુધ શોભે,
શત શત નમન નારી તુંં વિવિધ રૂપે શોભે.
