STORYMIRROR

Tanvi Tandel

Inspirational Thriller Tragedy

3  

Tanvi Tandel

Inspirational Thriller Tragedy

નારી

નારી

1 min
979


ભરતી - ઓટ માં નૌકા લઈ અડીખમ ઉભી રહેનારી,

સંઘર્ષોનો સામનો કરવા હંમેશ હિંમત દાખવનારી,


પરિવારની ઈજ્જત દરેક સંજોગોમાં સાચવનારી,

મેકઅપ કરી ગોગલ્સ પહેરી આંસુને છીપાવનારી,


હ્ર્દયમાં દરેક કડવા વેણ સંગ્રહી સહનશિલતાની મૂર્તિ બનનારી,

મૌન થકી ગુસ્સાને પણ દબાવવાની હંમેશ છે તૈયારી,

પરિસ્થિતિનો તાગ મેળવી નવા પગલાં કંડારનારી,


સર્જન - વિસર્જનમાં સૌથી મોટો ભાગ હું ભજવનારી,

બુદ્ધિ મારી પગની પાનીએ એમ પણ સાંભળનારી,


પુરુષ પ્રધાન સમાજમાં મારું અસ્તિત્વ ટકાવનારી,

સઘળા ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખર સર કરનારી,


પ્રેમ, કરુણા, ક્ષમા, સુંદરતાનાં આભૂષણ સજનારી,

સ્વાર્થ ખાતર અન્યોના બલિદાન આપવાની પણ તૈયારી,


પુત્રી, પત્ની, માતા ત્રણેય સબંધમાં આધારસ્તંભ બનનારી

તારણ હારી, બલિહારી - છતાં જખમો અનેક સહેનારી,


કર્તવ્યની કેડી ઉપરથી પાછળ કદી ના હઠનારી,

શકિતનો સ્ત્રોત બની ઝંઝાવાતો સામે ઝઝૂમનારી,


નારી હું નારી, સૌ મારા પર જાય વારી વારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational