નારી તારી કહાણી
નારી તારી કહાણી
જગની જનેતા તું બની મહાન
અલગ છે નારી તારી કહાણી,
વિરોની સર્જક તું જગ થી નિરાળી
અલગ છે નારી તારી કહાણી,
દુઃખો ના પહાડમાંય તું સદા હસતી
અલગ છે નારી તારી કહાણી,
મંઝિલ છે લાંબી તું ના કદી થાકી
અલગ છે નારી તારી કહાણી,
હારી નથી તું સદા જીતતી
અલગ છે નારી તારી કહાણી,
નારી તને મારા સો સો સલામ
અલગ છે નારી તારી કહાણી.