નારી શક્તિ
નારી શક્તિ
હા હું એક નારી,
દુશ્મનોને પડી જાઉ ભારી,
હું નથી બેકાર રદિયું કાગળ,
સ્થાન મારું છે સૌની આગળ,
આમ જુવો તો પ્રેમનો ધોધ છું,
જગને આપુ છું હું ઉતમ બોધ છું,
હું સાવ તેજવિહિંન કે નથી અશક્ત,
હું છું સર્વે બાબતમાં સશકત,
મારા પાસે છે એવી હિંમત,
અમૂલ્ય છે મારી કિંમત,
હું તો છું ઉપન્યાસની નાયક,
હું તો છું પૂરી ધરતીની રોનક.
