STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

નાનું શું વમળ

નાનું શું વમળ

1 min
234

આ શું નાનું શું એક વમળ ?

જલ કહે આ તો નવી સરગમ..

એક તરસ છે દરિયાને મળવાની,

ભલે અમારી નજર ચુકાવીને

નાનું શું વમળ કરે સુંદર કરણ !!


આ નાનકડું શું જોવું દ્રશ્ય ?

સૌ છે આ સરિતાની પડઘમ...

એને ઝંખના મનોરથ સેવવાની,

ભલે એની ચાહત હોય ભળવાની,

નાનું શું વમળ કરે સુંદર કરણ !!


બાળપણનું શું યાદ કરવું રમ્ય?

એ તો સમયની હોય નજાકત...

ભલે પથ્થર નાખી હોય રમવાની,

નાનકડાં વમળને મજા માણવાની,

નાનું શું વમળ કરે સુંદર કરણ !!


જીવનનું શું હોય જીવવાનું તથ્ય?

એ તો કુદરતનું જ હોય પરાક્રમ...

નજર સામે જિંદગી વહી જવાની,

ફરી એક દિવસ અસ્ત થઈ જવાની,

નાનું શું વમળ કરે સુંદર કરણ !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama