STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

નામ સોહાય

નામ સોહાય

1 min
13.5K


દીકરા દીકરીમાં ભેદ ન જાણો

સમતા રાખી બંનેને પિછાણો

દીકરીને માનો ઘરનું ઢાંકણ’

દીકરો ઉજાળે માબાપનું ઘડપણ

ભલે દીકરી મમતાનો ભંડાર

જુઓ દીકરો વરસાવે વહાલ

દીકરી બોલી્ને બતાવે પ્યાર

દીકરાની આંખો મૌન વ્યવહાર

દીકરી ઘરમાં સહુની સખી

દીકરાએ ભાવિની રેખા લખી

દીકરી રુમઝુમ કલબલ કરતી

દીકરાની દોડ ઉમંગ ભરતી

દીકરીમાં સમાયા દિલને ડહાપણ

દીકરો છલકાયો દાખવે શાણપણ

દીકરા દીકરીમાં ભેદ ન કોય

એક સિક્કાની બે બાજુ હોય

ચટ કે પટથી ના પરખાય

સદવાણી વર્તન દ્વારા સોહાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational