Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

નામ પોકારી રહ્યો છું

નામ પોકારી રહ્યો છું

1 min
135


આમ જ જીવન વીતાવી રહ્યો છું,

અરમાનો પૂરા કરવા મથી રહ્યો છું,

તુજને મળવા મન તડપે છે મારૂં,

હરપળ તારૂં નામ પોકારી રહ્યો છું,


ગલી ગલીમાં ભટકીને થાક્યો છું,

ઠોકરો ખાઈને ઘાયલ બન્યો છું,

ઈલાજ કરવાવાળું કોઈ નથી મારૂં,

હરપળ તારૂં નામ પોકારી રહ્યો છું,


તારા જ વિરહમાં સળગી રહ્યો છું,

નયનોમાંથી અશ્રુ વહાવી રહ્યો છું,

વેદના સમજનાર કોઈ નથી મારૂં,

હરપળ તારૂં નામ પોકારી રહ્યો છું,


તારા મિલન માટે બાવરો બન્યો છું,

તારો ચહેરો જોવા તલસી રહ્યો છું,

જીવન મારૂં મહેકાવી જા "મુરલી",

હરપળ તારૂં નામ પોકારી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance