ના, ના અને ના
ના, ના અને ના
સ્થિતિ સંજોગ કપરા હોય જો એના, વાર તહેવાર કશું કહેવાય ના !
કામ સારું ભલે કર્યું હો બધું, પ્રસંગ આવ્યે ચેતન, કોઈનું હરાય ના !
જઈ શિખર પર ખુબ થાક્યા હો ભલે, પર્વત પરથી ભૂસકો મરાય ના !
સિંહ થાવ તો છાતી ફૂલાવી રાખો, પારોઠના પગલાં કદી ભરાય ના !
એક પળ હશે કે, જોઈ જવાશે નહિ, ભવે ભવ પછી ભેળા થવાય ના !
ચાંચમાં તરણા ભરી માળા રચ્યા, અસ્તિત્વનો જંગ હારી જવાય ના !
વહેણ જાય જહીં તહીં વળતા રહો, સામા પૂરે કોઈ દિ તરાય ના !
ઈચ્છા, ઈરાદો, જ્યાં કશો જુઓ નહિ, ઉત્સવની આડ લઈ જવાય ના !
સમો પડે, જે છો તે તમે જ છો, ઉજાણી ને અધૂરી મૂકી ભગાય ના !
હશે પોત તો "રવ" નવાઈ નહિ, ભવ્ય સમારંભના ભભકે અંજાય ના !
