STORYMIRROR

Jashubhai Patel

Inspirational Others

4  

Jashubhai Patel

Inspirational Others

ના કર

ના કર

1 min
26.7K


સાવ તું ખોટી કચકચ ના કર

છોડી દે બધું ટકટક ના કર


ભાગ્યમાં મળવાનું તે મળશે

નાહક અમથું ફરફર ના કર


કશું પણ કામ નહી આવે તને

ખોટું ખોટું ભરભર ના કર


થા તું વસંત અને કર ટહુકા

પાનખરે તું ખરખર ના કર


સંતાડી દે પ્રેમ તણા ફુલ

ગુલદસ્તા તું ધરધર ના કર


પાષાણ જમીન અહીં છે બધે

આમ ગમે ત્યાં ઝરઝર ના કર


પેટ ભલેને દોડાવે તને

પારકુ સમજી ચરચર ના કર


સપનામાં આવે તું ચાલશે

આમ ગમે ત્યાં સરસર ના કર


લખવું હો તારે , લખ ઉત્તમ

અગડં બગડં લખલખ ના કર


રડવું હોય તો દિલથી લે રડી

ખાલી ખાલી હસહસ ના કર


મરવાનું છે 'જશ' એક વખત

વારંવાર તું મરમર ના કર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational