STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મૂંઝાયા ના કર

મૂંઝાયા ના કર

1 min
265

નાની નાની વાતે લડ્યા ના કર,

દિલ કોઈનું દુઃખાવ્યા ના કર,


વાત કોઈની સાંભળી તારા દિલને દુભાવ્યા ના કર,

એમ જલ્દી કોઈની વાતનું માઠું ના લગાવ્યા કર,


જે ક્ષણ વીતી ગઈ છે એ ફરી આવવાની નથી

વીતી ગયેલી વાતોને આમ વાગોળ્યા ના કર,

જિંદગી તો છે અટપટી રમત,

ક્યારેક જીત તો ક્યારેક હાર,

હારથી ગભરાઈને જિંદગીથી આમ ભાગ્યા ના કર,


જીવન તો છે આકાશ જેવું,

ક્યારેક પૂર્ણિમા,

તો ક્યારેક અમાસ જેવું,

હોય અંધારી રાત્રિ તો ફરિયાદ ના કર્યા કર,


જીવન છે બાગ જેવું,

ક્યારેક પાનખર,

તો ક્યારેક વસંત છે,

આમ વૃક્ષથી પર્ણ છૂટયાની પીડાથી,

મૂંઝાયા ના કર,

જીવન છે આશા નિરાશાની એક પહેલી,

બસ જીવ્યા કર,

આત્મ વિશ્વાસ તારો વધાર્યા કર,

આમ હતાશ ના થયા કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational