Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel

Inspirational

3  

Neha Patel

Inspirational

મુજ પિતાની માયા

મુજ પિતાની માયા

1 min
191


ગામ આખાયની છત્રછાયા, આ વડલાની કાયા, 

આશ્રયદાતા કુંટુંબતણો, એ મુજ પિતાાની માયા,


હરેક મુશ્કેલીઓનો સામનો કરનાર નેતા સમ,

છે એ મીંઠો છાંયડો કુટુંબનો તાત વટવૃક્ષ સમ,


આપતો હરેક ખુશી સૌ સભ્યોને તેમની,

ભૂલાવી ખુશી ખુદ બેખબર બની પોતાની,


રો'તુ દિલ ક્યારેક તો લાવતો ન કદી આંસુ, 

ઠેલતો જાય એ હાસ્યની પાછળ ખુદ ના આંસુ,


ઉગારતો એ અણધારી આફતોમાં સૌને,

જતાવતો નથી એ ઋતુઓના બદલાવને,


ઊભો અડીખમ એ સદાય પરિવાર કાજ,

બતાવતો નથી એ ખુદનો થાક કે લાજ,


હું મુજ પિતાનો છું ઋણી સદાકાળ,

ચૂકવીશ હું કેવી રીતે ? તાત તું જ દે ભાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational