મુબારક
મુબારક
વ્હાલ મુબારક, હેત મુબારક
સૌને નવું વર્ષ મુબારક,
લાવે ખુશી સૌના જીવનમાં
એવી શુભેચ્છા મુબારક,
આવે નહીં દુઃખની લકીર
એવા તમને આશિષ મુબારક,
કોઈનું દિલ ન દુભાય તમથી
એવા તમને વ્હાલ મુબારક,
હર ખુશી મળે તમને
એવી અમ શુભકામના મુબારક.
