મથું છું
મથું છું
ઉન્નત થવા મથું છું,
સફળતાના શિખર માટે મથું છું,
મુસીબતોની શું ઔકાત રસ્તો રોકે!
પરિશ્રમ અથાગ કરવા મથું છું,
સફળતા ઊંચી મેળવવા મથું છું,
માટે જ મહેનત અગાધ કરું છું,
મુસીબતો કાતિલ થઈ ફરે છે,
શિખર પર પરોણા કરવા મથું છું,
શિખરે સજવા અપાર મહેનત કરું છું,
"રાહી" શિખરે એકાકી સજા ભોગવું છું.
