STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

મસ્ત મજાનું પતંગિયું

મસ્ત મજાનું પતંગિયું

1 min
254

આહા્ કેવી શાંતિ કુદરતી, વનવગડામાં થાય છે,

હરતું ફરતું મસ્ત મજાનું, પતંગિયું ઊડી જાય છે,


શાંત બગીચે ફૂલો સૂંઘતા આમતેમ ઊડી જાય છે,

હરતું ફરતું મસ્ત મજાનું, પતંગિયું ઊડી જાય છે,


એકબીજાને વાતું કરતું, ફૂલોનાં વખાણ કરતું,

હરતું ફરતું મસ્ત મજાનું પતંગિયું ઊડાઊડ થાય છે,


ફૂલોનું મધુરસ પીતું, પરાગરજ લઈ ઊડી જાય છે,

હરતું ફરતું મસ્ત મજાનું પતંગિયું ઊડી જાય છે,


ફૂલોનાં રંગોમાં પતંગિયા કેવા ભળી જાય છે,

રંગબેરંગી પતંગિયાં જોતા મન પ્રસન્ન થઈ જાય છે,


કુદરતની લીલાઓ જોતા, આશ્ચર્ય થઈ જાય છે,

હરતું ફરતું મસ્ત મજાનું પતંગિયું ઊડી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama