Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મૃગનયની

મૃગનયની

1 min
134


યાદ છે મને એ પહેલી મુલાકાત,

આંખોથી આંખોની વાત થઈ ગઈ,

આ કાતિલ નજર,

હૈયાની આરપાર થઈ ગઈ,


જાણે ક્ષિતિજે બંનેની મુલાકાત થઈ ગઈ,

અવની ને અંબરની,

પ્રેમભરી વાત થઈ ગઈ,

એકમેકના આકર્ષણની,

શરૂઆત થઈ ગઈ,


દિલ દિમાગ વચ્ચે ,

લડાઈની શરૂઆત થઈ ગઈ,

આપણા આ મિલનની વાત,

જગ જાહેર થઈ ગઈ,


મૃગનયની શી તારી આંખો કમાલ કરી ગઈ,

હૃદયમાં ધાંધલ ધમાલ કરી ગઈ,

આંખો તારી,

જાણે પ્રેમનું એ દર્પણ,

હૈયાની આરપાર ઉતરી ગઈ,


શરાબ જેવી નશીલી નજરથી થઈ ઘાયલ,

આ દિલ તને અર્પણ કરી ગઈ,

શબ્દોની જરૂર જ ના પડી,

આ દિલની દિલ સાથે વાત થઈ ગઈ,

આંખોની આંખો સાથે મુલાકાત થઈ ગઈ,

હૈયાની હૈયા સાથે રૂબરૂ મુલાકાત થઈ ગઈ.


Rate this content
Log in