મોંઘેરૂ એક સ્વપ્ન
મોંઘેરૂ એક સ્વપ્ન


સ્વપ્ન એક મોંઘેરૂ,
મને જોઈતું હતું જે,
દિવાસ્વપ્ન હતું એ મારૂં,
ઈંતજાર હતો એ દિવસનો,
આવવું હતું શાળામાં પ્રથમ,
તનતોડ મેં કરી મહેનત,
ન જોયાં મેં રાતને દિવસ,
આખરે મળ્યો મેડલ જીતનો.
જીતાય ગઈ જાણે આખી દુનિયા !!
એક પત્રનું એ પરબિડીયું,
આવ્યું લાખેણુ હાથમાં આજ,
ખુશ થઈને ઉડીને વળગી,
આખી દુનિયાને હું ચુમી,
મુઠ્ઠી ઉંચેરી એક વાત,
એક સંદેશને વધાવું આજ,
ઈશ્વરનો તો કેમેય માનવો,
અમૂલખ લાખેણો ઉપકાર,
જીતાય ગઈ જાણે આખી દુનિયા !!