મોંઘેરા મહેમાન
મોંઘેરા મહેમાન
પ્રેમે બોલાવ્યા છે મોઘેરા મહેમાનોને
સ્નેહે સાચવશું મોંઘેરા મહેમાનોને,
ઉરથી સજાવશું ઉમંગના આંગણિયા
પ્રેમથી પાથરશું પવિત્ર આસનિયાં,
કંકુ કેસરથી સાથિયાં પૂરાવશું
પુષ્પોની પાંખડિઓમાં તમને બેસાડશું,
ગંગા જમુનાનાં નીર મંગાવશું
તેના પાણીથી તમને નવરાવશું,
મનની મીઠાઈ લાવ્યા છી હેતથી
સંબંધ સ્વાદથી તમને જમાડશું,
પ્રેમે પધારો મોંઘેરા મહેમાન
સ્વાગત છે અમો આંગણિયે.

